શ્રી ગણેશાય નમઃ

26-10-2016

ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં આંતરિક હુંસાતુંસીમાં કર્મચારીઓનો ખો નીકળે છે

જીસીએના કર્મચારીઓની દીવાળી બગડી, હજુ ઓવરટાઈમ-બોનસ નથી મળ્યાં

સીઈઓ-ટ્રેઝરર ધિરજ જોગાણી કર્મચારીઓના લેણાં પર સહી નથી કરતા, અન્ય કોન્ટ્રાક્ટરોના ચેકો પર સહીઓ થાય છે

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં અંધેરી નગરી...વાળું શાસન ચાલે છે. એક તરફ સરકારી કર્મચારીઓ, ખાનગી પેઢીઓના કર્મચારીઓને બોનસ તો ઠીક કેટલાકે તો એડવાન્સ પગાર પણ ચૂકવાઈ ગયો છે અને કર્મચારીઓની દીવાળી સુધારી ગઈ છે તો બીજી બાજુ જીસીએએ તેના મેદાન બનાવતા મજૂરો અને ઓફિસ વર્ક કરતા કર્મચારીઓની દીવાળી સાવ ફીક્કી બનાવી દીધી છે. જીસીએએ આજદીન સુધી એટલે કે દીવાળીને માંડ ચાર દિવસ બાકી છે ત્યાં સુધી ક્રમચારીઓના હક્કના ઓવર ટાઈમ અને બોનસ ચુકવ્યાં નથી. કમનસીબે આ બાબત ઉચ્ચકક્ષાના અધિકારીઓ જાણતા હોવા છતાં કોઈ નક્કર પગલા લેવાયા નથી.

કર્મચારીઓના હક્કો શા માટે અટવાયા છે?

અત્યંત આધારભૂત સૂત્રોના અનુસાર જીસીએમાં મજૂરો અને ઓફિસના કર્મચારીઓ થઈને અંદાજે 75થી વધુ લોકો કામ કરે છે. એમાં મેદાનની દેખભાળ કરતા મજૂરોને જીસીએ ઓવર ટાઈમ ચુકવે છે. સૂત્રોના અનુસાર છેલ્લા કેટલાક સમયથી જીસીએમાં સત્તાધિશો વચ્ચે હુંશાતુસી ચાલતી હોઈ કોઈકને કોઈક કારણોથી કર્મચારીઓના હક્કોની ચુકવણીમાં વિલંબ થાય છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ જાણ થતા એક સમયે તો રોકડ ઉપાડ કરીને પણ કર્મચારીઓના ઓવરટાઈમ ચુકવાયા હતા પરંતુ આ વખતે દીવાળીના સમયે જ કર્મચારીઓને ઓવરટાઈમ તો ઠીક બોનસ પણ ચુકવવામાં આવ્યું નથી.

જોગાણી સાહેબના પત્ની હોસ્પિટલમાં હોઈ સહીઓ નથી થતી

કર્મચારીઓના હક્કો સમયસર નહીં ચુકવવા બાબતે જીસીએના સેક્રેટરી રાજેશ પટેલને પુછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે તમામ કર્મચારીઓને તેમના હક્ક મળી જશે. ટ્રેઝરર ધિરજ જોગાણીના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા હોઈ તેઓ ચેક પર સહી કરી શક્યા નથી તેથી વિલંબ થયો છે. ટૂંક સમયમાં કર્મચારીઓને ઓવર ટાઈમ અને બોનસ ચુકવાઈ જશે.

જીસીએના વિવિધ કોન્ટ્રાક્ટર્સના ચેકો પર સહીઓ થાય છે

અત્યંત આધારભૂત સૂત્રોના અનુસાર જોગાણી સાહેબના પત્ની હોસ્પિલમાં છે એ વાત સાચી છે પરંતુ જોગાણી સાહેબે આ દરમિયાન જીસીએ સાથે સંકળાયેલા અનેક કોન્ટ્રાક્ટર્સને ચુકવવાના ચેક પર સહીઓ કરીને મોકલી છે તો પછી કર્મચારીઓના હક્કો કેમ દાબીને રખાયા છે એ એક પ્રશ્ન છે.

સીઈઓએ તેમના વેતનનું એડવાન્સ વાઉચર મૂકી દીધું

એક તરફ જીસીએના કર્મચારીઓને તેમની મામુલી રકમના ઓવરટાઈમ કે બોનસ અપાતાં નથી તો બીજી તરફ સીઈઓ ધિરજ જોગાણીએ તેમના પગારનું અંદાજે દોઢ લાખનું વાઉચર એડવાન્સમાં મૂકી દીધું છે. સૂત્રોના અનુસાર સાહેબના માસિક પગારથી થોડી વધુ રકમનું કર્મચારીઓનું કુલ વાર્ષિક બોનસ છે છતાં ચેક પર હજુ સહી કરાઈ નથી.

લીંબડી નજીકનું યાત્રાસ્થાન ચૂડાના ચરમાળિયા દાદા


આ ગામમાં અંદાજે 100 વર્ષથી વધુના સમયગાળામાં એક પણ વ્યક્તિનું સર્પ દંશથી મોત થયું નથી


યાત્રા સ્થળઃ ચરમાળિયા દાદાનું સ્થાનક એક દેરીની ઉપર મંદિર સ્વરુપે સ્થાપિત છે. અમદાવાદથી લીંબડી થઈ ચૂડા ગામની નજીક ચોકડી ગામ ખાતે આ યાત્રા સ્થાન આવેલું છે. જે અમદાવાદથી 140 કિમી દૂર છે. ચરમાળિયા પહોંચવા માટે અમદાવદથી લીંબડી અને ત્યાંથી ચૂડા એસટી બસમાં જઈ શકાય છે. અને ત્યાંથી ચોકડી માટે પણ રિક્ષા-છકડા મળી રહે છે.

ત્યાં શું છે? આ સ્થળે સંત શ્રી ખીમદા બાપુની સમાધિ છે. અને નાગ દેવતાનો વાસ છે.

​ओम नमोस्तु सर्पे भ्यो जे के च पृथ्वी मनु ।।


जे अन्तरिक्षे जे दिवी तेभ्यः सर्पे भ्यो नमः ।।

ચરમાળિયા દાદાનો ઈતિહાસઃ ચૂડા તાબાના ચોકડી ગામના વતની સંતશ્રી ખીમદા બાપુએ સંવત 1902ની અષાઢ સુદ બીજના દિવસે જીવતા સમાધિ લીધી હતી. ચોકડીના આગેવાન જેઠાભાઈ સિંધવ ખીમદા બાપુના શિષ્ય. તેમણે ગુરૂદેવની સમાધિની વાત સાંભળી અને ગુરૂદેવને વિનંતી કરી કે ગુરૂદેવ આપતો દેવ લોક જાઓ છો અમારું કોણ? અમે મનની વાત કોને કરીશું? જેઠાભાઈના દીન વચનોથી દ્રવી જઈને બાપુએ જેઠાભાઈને ચોકડીની સાત પેઢીની પટલાઈ આપી, જેઠાભાઈએ તેમના સુપુત્ર અભુભાઈને પટલાઈ સોંપી આ પટલાઈ પડાવી લેવા અન્ય માણસોએ પ્રયત્ન કર્યા. અભુભાઈને પટલાઈની કંઈ પડી નહતી તેમને તો ખીમદા બાપુ જેવા મહાત્માના વચનોની ચિંતા હતી. અભુભાઈએ ગળગળા થઈને ખીમદા બાપુને પ્રાર્થના કરી, હે બાપુ તમે જીવતા સમાધિ લીધી છે એ કોણ માનશે? બસ પછી તો પુછવું જ શું. પ્રત્યક્ષ પરચા પૂર્યા અને તેમના વચનો સત્ય કરી બતાવ્યા.

ખીમદા બાપુએ સમાધિ લીધી એ સમયે ચૂડા ઠાકોર સાહેબ શ્રી બેચરસિંહજીએ મહાત્માની ચરણરજ માથા પર ચઢાવી ત્યારે પ.પૂ. ખીમદા બાપુએ ચોકડી તમારા તાળે થશે તેવું વેણ આપ્યું અને આઠ વર્ષે ચોકડી ગામ તેમને સોંપાયું.

ખીમદા બાપુ બીજના દિવસે સમાધિ લેવાના હતા. ચોટીલાના ઠાકોર સાહેબ શ્રી ભોજરાજજીને જાણ થઈ. ઠાકોર સાહેબ વૃધ્ધ થવા છતાં તેમને પુત્ર પ્રાપ્તિ થઈ ન હોઈ પોતાના સાથીઓ સાથે મારતે ઘોડે મહાત્માના દર્શનાર્થે દોડ્યા. આ બાજુ સમાધિના ખાડામાં ઊતરતા મહાત્માએ પગ પાછો ખેંચ્યો. લોકો સમજ્યા કે બાપુ ડરી ગયા, લોકો બાપુને સાધારણ બાવા સમજીને મશ્કરી કરવા  લાગ્યા. મહાત્મા બાપુએ ક્રોધે ભરાઈને શ્રાપ આપ્યો અને સમજાવ્યું કે હું ચોટીલા દરબારની આશા પૂરી કરવા રોકાયો છું. ત્યાંજ ચોટીલા દરબાર આવી પહોંચ્યા અને મહાત્માના ચરણે નમ્યા. મહાત્મા બોલ્યા, જા બાપ, જો નવ માસે પૂત્ર થાય તો જાણજે કે દાદાને આપ્યો ને દાદો ખાચર નામ પાડજો.ખીમદા બાપુ સમાધિમાં ઊતર્યા, એમની દીકરી અમરબહેન કોઈ વાતે હૈયાફાટ રૂદન મૂકે નહીં, એ તો એક જ વાત કરે, બાપુ અમ નોધારાની ખબર કોણ લેશે. છેવેટે ખીમદા બાપુ તેને ધીરજ આપતા બોલ્યા, આજથી 25 વર્ષે હું ચૈત્ર સુદ 15ના દિવસે વસ્તરડી મારગે સતો થઈશ અને તે મુજબ તે પ્રગટ થયા.

બાપુની આજ્ઞા થતા જ રામધૂન બોલતા બોલતા ધૂળ વાળવા માંડ્યા. હજુ ધૂળ પણ ન વાળી રહ્યા ત્યાં મુંગો કોળી બાપુનું તુંબડું બેરખો અને બાપુના હસ્તાક્ષર વાળો ગેટકો લઈને વાડીમાંથી આવ્યો. બાપુ સમાધિમાં બેઠા ત્યારે જે વસ્તુ તેમના હાથમાં હતી તે જ વસ્તુઓ મુંગા કોળી પાસે જોઈ સૌને નવાઈ લાગી.

મુંગાએ ઈશારાથી સમજાવ્યું. બહારગામ જતા દાઢીવાળા બાપુએ રોતી અમરબહેનને આ આપવા જણાવ્યું છે. ગ્રામજનો મુંગાના ચિંધ્યા માર્ગે આઠથેસિયા કૂવા તરફ ઘણે દૂર સુધી દોડ્યા પણ બાપુ મળ્યા નહીં. ત્યારથી માંડીને આજે પણ દર અજવાળી બીજે ગામમાં અણોજો પાળે છે.

મુંગોએ જ્યારે બાપુએ સમાધિ લીધાની વાત જાણી ત્યારે પસ્તાવા લાગ્યો, મારા ભાગ્ય નબળા કે હું વેળાસર ન આવ્યો નહીં તો બાપુ પાસે જીભ તો માગત, હવે દાદા જીભ ન આપે તો કીં નહીં પણ એક છોકરો તો આપો હે દાદા મારા ઉપર આટલી દયા કરો, મુંગાએ મનોમન પ્રાર્થના કરી અને ખરેખર નવ મહિને મુંગાના ઘરે દિકરાનો જન્મ થયો તેનું નામ જગમાલ-જગમાલ ઘણો જ ગુણવાન અને ધર્મ પ્રેમી હતો. 

West Indies "most likely" to play three 
Test matched in England in July


By  BIPIN   DANI   

West Indies team is "most likely" to be the first touring team to resume cricket in England. Ricky Skerritt, the president of the CWI board.  
Speaking exclusveily over telephone, Ricky Skerritt, the president of the CWI board. said, "planning is continuing on both sides towards the possibility of a tour". 
"Matches are bring scheduled to take place in July", he added. 
Both boards are looking at an early July start for the Test series, which was originally scheduled to start on June 4, but had to be pushed back because of the Covid-19 pandemic.
The Windies will be traveling to England on a chartered flight on June 8 and spend three weeks in quarantine before the three Test matches are played at Southampton (July 8-12), and Manchester (July 20-26 and July 24-28). 
All matches are proposed to be played closed doors. 
"Decision on match officials will be made by the ICC CEC in coming days", Johnny Grave, the CEO, speaking to the reporter, said. 
In fact, the CWI, which had the option to have also their own umpires (and match referee) on this tour, it is learnt here. The proposal was likely to have been referred to Jimmy Adams, the Director of Cricket in West Indies. But that possibility may be ruled out. 
"ECB would provide match officials as defined for COVID-19 recently by the ICC", the CWI chief said. 
"We are waiting on the ECB to send us their final plan that has both UK Government and ECB Board approval", Johnny Grave added. 

SPORTS FIELD

30-09-2016

ઉત્તર ગુજરાતના શખ્સના પત્રથી જીસીએમાં ખળભળાટ, આ બાબતે ચૂપકીદી સેવવવા સંબંધિતોને કડક આદેશ

જીસીએમાં 4 અધિકારી-સભ્યોના કારનામા અંગે અમિત શાહને લેખિત ફરિયાદ 

 જીસીએના સીઈઓ ધિરજ જોગાણીનો તેમને આવો કોઈ પત્ર મળ્યાનો ઈનકાર, પત્રમાં ઉત્તર ગુજરાતના શખ્સે જીસીએ સાથે સંકળાયેલા અને ટોચના હોદ્દાઓ પર બિરાજતા અધિકારીઓના કૌભાંડોને ટાંકીને તેમની સામે પગલા લેવા રજૂઆત કરી​


અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં કેટલાક બની બેઠેલા અને તેઓની સત્તા હતી, છે અને રહેશે એવો દાવો કરી એકચક્રિ શાસન ભોગવનારી ચાર સભ્યો સામે ઉત્તર ગુજરાતના એક નાગરિકે અત્યંત સ્ફોટક પત્ર લખ્યો છે. જોકે, 26 જુલાઈ 2016ના રોજ જીસીએના પ્રમુખ અમિત શાહને સંબોધીને લખાયેલા પત્રને લીધે જીસીએના સૂત્રોએ મોં સીવી લીધા છે. સ્પોટર્સફિલ્ડને આ પત્રની નકલ મળતા તેના આધારે જીસીએના સીઈઓ ધિરજ જોગાણીને પૂછવામાં આવતા તેમણે આવો કોઈ પત્ર તેમની પાસે આવ્યો હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે અત્યંત સ્ફોટક પત્રમાં જીસીએના પ્રવર્તમાન ત્રણ અધિકારીઓ અને જીસીએ સાથે સંકળાયેલા ઉત્તર ગુજરાતના એક સભ્ય સામે યોગ્ય તથ્યો સાથેના આક્ષેપો કરી તેઓને જીસીએમાંથી દૂર કરવા રજૂઆત કરાઈ છે.

ઉત્તર ગુજરાતના નાગરિકે કોને-કોને પત્ર મોકલ્યો?

આધારભૂત સૂત્રોના અનુસાર બનાસકાંઠા જિલ્લાના એક નાગરિકે જીએના પ્રમુખ અમિત શાહને સંબોધીને પત્ર લખ્યો છે જેની નકલ તેણે જીસીએ અને સીબીસીએના ચાર અધિકારીઓને મોકલી છે. આશ્ચર્યની વાત એ છે કે જેતે નાગરિકે સીઈઓને પણ નકલ મોકલી છે પરંતુ જોગાણી સાહેબે આ બાબતે સાવ અજાણ બનતા તેમના સુધી આ પત્ર પહોંચ્યો હોવાનો જ ઈનકાર કર્યો છે.

સ્ફોટક પત્રમાં શું છે?


બનાસકાંઠાના ખરડાયેલી છબિ ધરાવતા શખ્સને રણજી ટ્રોફીના આસિસ્ટન્ટ કોચ બનાવવા સામે રજૂઆત
બનાસકાંઠાના શખ્સને સેટિંગ કરીને કોચની લેવલ-1ની પરીક્ષા પાસ કરાવાઈ.
આ શખ્સ પર એક મહિલા ક્રિકેટરની સતામણીના આક્ષેપ બાદ ત્રણ વર્ષ માટે જીસીએ પ્રતિબંધ મૂક્યો હતો.
આ શખ્સ દ્વારા સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચોમાં ફિક્સિંગ અને જુગાર રમાડવો.
ટોચના રાજકારણીઓ અને અધિકારીઓ સાથે ઘરોબો હોવાનો આ શખ્સનો દાવો.

ઉત્તર ગુજરાતના શખ્સની આવી ધાક કેમ?
આ પત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ આ શખ્સ જીસીએના અધિકારીઓને રિઝવવા તમામ વ્યવસ્થા કરી આપે છે. ખાસ કરીને એ ત્રણ અધિકારીઓને કે જેઓ જીસીએને તેમની જાગીર સમજે છે.
પત્રમાં જણાવાયું છે કે આ શખ્સ પાસે આ ત્રણેય અધિકારીઓના કાળાં કરતૂતના ફોટા અને ક્લિપિંગ છે અને તેના આધારે તે આ અધિકારીઓને બ્લેકમેઈલ કરે છે.
બનાસકાંઠાનો હોવા છતાં અમદાવાદ સ્થળાંતર કરી તેના તમામ ખોટા કામને અંજામ આપે છે.
ટીમમાં ખેલાડીઓની પસંદગીમાં પણ ભ્રષ્ટાચાર કરે  અને કરાવે છે.

અરજદાર નાગરિકની માગ શું છે?

જીસીએના પ્રમુખને પત્ર લખનારા નાગરિકે આ ચારેય શખ્સોને જીસીએથી દૂર કરીને રાજ્યના ક્રિકેટને સ્વચ્છ બનાવવા વિનંતી કરી છે. તેણે તો પત્રમાંના આક્ષેપોની તપાસ કરી આ ચારેય શખ્સો સામે તત્કાળ કાર્યવાહીની માગ કરી છે.

જીસીએની નિષ્ક્રિયતાથી ક્રિકેટ પ્રેમીઓમાં હતાશા
જોકે અત્યંત આધારભૂત સૂત્રોના અનુસાર આ પત્ર મળતાજ જીસીએમાં ખલભળાટ મચી ગયો હતો અને મોવડીઓએ આ બાબતે કોઈ પણ જાતની ચર્ચા નહીં કરવા જેતે સંબંધિતોને કડક સૂચના આપી સમગ્ર બાબત પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
આ પત્રને લઈને ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ગણગણાટ છે. જોકે, આ બાબતે કોઈ ખૂલીને કહેવા તૈયાર નથી. એવું કહેવાય છે કે આ અધિકારીઓ એ હદે બેફામ છે કે તેઓ જાહેરમાં બધાને કહે છે કે પહેલા પણ અમે હતા, અત્યારે પણ અમે છીએ અને ભવિષ્યમાં પણ અમે જ રહેવાના. તેથી તેમની સામે કોઈ અવાજ ઊઠાવવાની હિંમત સુધ્ધા કરતું નથી.