હીરામણિ ઉ.મા. શાળા, ગુજરાતી માધ્યમ દ્વારા આઝાદીનો અમૃત  મહોત્સવ નિમિત્તે ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ  રાખવામાં આવી હતી. દાંડીયાત્રામાં ગાંધીજી સાથે જોડાયેલ નેતાઓ વિશે માહિતી  અને વકૃત્વ સ્પર્ધા-દાંડીયાત્રાનો ધ્યેય વિષય પર સ્પર્ધાઓ રાખવામાં આવેલ હતી.
 જેમાં ધોરણ ૮ થી ૧૨ નાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ સુંદર આકર્ષક અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવીને શાળામાં મોકલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઇ.ઓ ભગવત અમીન આચાર્યશ્રી ડૉ.ગુંજન ભાઈ શાહ અને કૉ.ઑર્ડિનેટર શિરીષ ભાઈ પટેલે વિજેતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓની ભારત સરકાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ગંદકી મુક્ત ભારત કેમ્પેઈન અંતર્ગત સ્વચ્છતા પખવાડીયાની ઓનલાઈન ગંદકી મુક્ત મેરા ગાંવ ના વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ

SPORTS FIELD

અમદાવાદના વ્યાસ વાડી નજીક આવેલી મંગલદીપ વિદ્ાયાલયમાં કોરોનાના કપરા સમય બાદ સરકારના આદેશના પગલે અભ્યાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વહિવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પૂરી તકેદારી રાખીને શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું.

સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા

હીરામણિ ઉ.મા. શાળા, ગુજરાતી માધ્યમ દ્વારા નૂતન વર્ષ  ૨૦૨૧ ની ઉજવણી નિમિત્તે ઓનલાઇન શિક્ષણ દરમિયાન जयतु संस्कृतम्  वदतु संस्कृतम् બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થાય તે હેતુથી સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં ધોરણ ૮ થી ૧૨ નાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ
શ્લોકગાન કરતા વિડીયો તેમજ ઓડિયો શાળામાં મોકલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખશ્રી નરહરિભાઇ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણભાઈ અમીન, શાળાના સી.ઇ.ઓ ભગવતભાઈ અમીન, આચાર્યશ્રી ડૉ.ગુંજન ભાઈ શાહ અને કૉ.ઑર્ડિનેટરશ્રી શિરીષ ભાઈ પટેલે વિજેતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.